28 July, 2024 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે બન્ને ટીમની કૅપ્ટન
શ્રીલંકાના દામ્બુલામાં રંગીરી દામ્બુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી વિમેન્સ એશિયા કપ 2024ની ધમાકેદાર ફાઇનલ મૅચ રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી વાર ફાઇનલ મૅચ રમશે. ગયા વર્ષે જ ભારતીય ટીમ શ્રીલંકાને ૮ વિકેટે હરાવીને સાતમી વાર એશિયા કપ ચૅમ્પિયન બની હતી. ભારતીય ટીમ બંગલાદેશને અને યજમાન ટીમ શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને અહીં સુધી પહોંચી છે.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ૯ વિકેટ સાથે ટૉપ વિકેટ-ટેકર છે અને શ્રીલંકન કૅપ્ટન ચમરી અટાપટ્ટુ ૨૪૩ રન સાથે ટૉપ રન-સ્કોરર છે. ભારતીય ઓપનર શફાલી વર્મા (૧૮૪ રન) મોટી ઇનિંગ્સ રમીને નંબર-વન બૅટર બનવાનો પ્રયત્ન જરૂરથી કરશે. બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં અનબીટેબલ રહી છે. શ્રીલંકન ટીમ પહેલી વાર અને ભારતીય ટીમ રેકૉર્ડ આઠમી વાર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનવા ઊતરશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ : ૨૪
ભારત જીત્યું : ૧૯
શ્રીલંકા જીત્યું : ૦૪
નો રિઝલ્ટ : ૦૧