09 January, 2025 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ભારતના અનુભવી બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ICC રિવ્યુમાં કહ્યું હતું કે ‘જો તેમની રમતમાં કોઈ ઊણપ હોય તો તેમણે ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટ રમીને સુધારો કરવો જોઈએ. જ્યારે તમે આટલા લાંબા સમય સુધી ટેસ્ટ-મૅચ ક્રિકેટ રમો છો ત્યારે બે કારણસર ડોમેસ્ટિક ક્રિકેટ રમવું મહત્ત્વપૂર્ણ બને છે. પહેલું, તમને વર્તમાન પેઢી સાથે તાલમેલ જાળવી રાખવામાં મદદ મળે છે અને બીજું, તમે યુવા પ્લેયર્સની રમત સુધારવામાં યોગદાન આપી શકો છો. ટીમમાં રહેવા માટે જુસ્સો અને ઉત્સાહ જરૂરી છે. એક ૩૬ વર્ષનો (કોહલી) અને બીજો ૩૮ વર્ષનો (રોહિત) છે, આ બન્ને જાણે છે કે તેમને રમત પ્રત્યે કેટલું પૅશન છે.’