વિક્રમની વણજાર બાદ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની આજે નિર્ણાયક મૅચ

28 March, 2023 12:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૫૯ રન ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સૌથી મોટો સફળ ચેઝ-સ્કોર બન્યો છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સાઉથ આફ્રિકાએ સેન્ચુરિયનમાં રવિવારે વેસ્ટ ઇન્ડીઝને અનેક વિક્રમો વચ્ચે બીજી ટી૨૦માં હરાવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી ત્યાર બાદ આજે (ભારતીય સમય મુજબ રાતે ૯.૩૦ વાગ્યાથી) નિર્ણાયક ટી૨૦ રમાશે. 

રવિવારે વેસ્ટ ઇન્ડીઝે જૉન્સન ચાર્લ્સ (૧૧૮ રન, ૪૬ બૉલ, અગિયાર સિક્સર, દસ ફોર)ની સદીની મદદથી ૨૫૮/૫નો સ્કોર નોંધાવ્યા બાદ સાઉથ આફ્રિકાએ ક્વિન્ટન ડિકૉક (૧૦૦ રન, ૪૪ બૉલ, આઠ સિક્સર, નવ ફોર)ની સેન્ચુરીની મદદથી ૧૮.૫ ઓવરમાં ૨૫૯/૪ના સ્કોર સાથે જીત મેળવી હતી. ૨૫૯ રન ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સૌથી મોટો સફળ ચેઝ-સ્કોર બન્યો છે. પહેલી વાર ટી૨૦ ઇન્ટરનૅશનલમાં કુલ ૫૦૦થી વધુ રન બન્યા છે. બન્ને ટીમના મળીને કુલ ૫૧૭ રન થયા હતા. બન્ને દેશે પહેલી વાર ટી૨૦માં ૨૫૦-પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો. એક ટી૨૦માં કુલ ૩૫ સિક્સર જતાં બલ્ગેરિયા-સર્બિયાની મૅચનો ૩૩ સિક્સર્સનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો હતો. એક ટી૨૦માં કુલ સૌથી વધુ ૮૧ સિક્સર્સનો પણ વિક્રમ રચાયો હતો. અગાઉ પીએસએલનો સુલતાન્સ-ગ્લૅડિએટર્સનો કુલ ૭૮ સિક્સર્સનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો છે.

sports sports news cricket news t20 international west indies south africa