11 June, 2024 08:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ
દિલ્હી પોલીસનું સોશ્યલ મીડિયા હૅન્ડલ અવારનવાર તેમની રમૂજી પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ દિલ્હી પોલીસે ન્યુ યૉર્ક પોલીસને ટૅગ કરીને એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘અમને મૅચ પછી બે અવાજ સંભળાયા છે, એક ઇન્ડિયા... ઇન્ડિયા... અને કદાચ બીજો અવાજ ટીવી તૂટવાનો હતો. તમે જરા આ અવાજ વિશે પુષ્ટિ કરી શકશો?’
પાકિસ્તાનના ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે જ્યારે પણ ટીમ ભારત સામે કે મોટી ટુર્નામેન્ટની મહત્ત્વની મૅચમાં હારતી હોય ત્યારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ટીવી તોડીને વિરોધ કરવામાં આવે છે.