23 January, 2023 12:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વસીમ જાફર
ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરના મતે આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ટેસ્ટ-મૅચોને ધ્યાનમાં લેતાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓએ ન્યુ ઝીલૅન્ડ સામેની મંગળવારની ઇન્દોરમાં રમાનારી મૅચને બદલે રણજી ટ્રોફીના આગલા રાઉન્ડમાં રમવું જોઈએ. ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝમાં ભારતે ૨-૦થી અજય લીડ મેળવી છે એથી આ મૅચ મહત્ત્વની નથી. વળી આજ દિવસથી રણજી ટ્રોફીની લીગ મૅચના ફાઇનલ રાઉન્ડ તૈયાર થાય છે. વિરાટ કોહલી અને લોકેશ રાહુલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ટેસ્ટ રમ્યા હતા તો રોહિત શર્મા છેલ્લે માર્ચ ૨૦૨૨માં શ્રીલંકા સામે ટેસ્ટ રમ્યો હતો. ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટ હાલ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમી રહ્યા છે. જાફરે કહ્યું હતું કે જો તમે રણજીની એક અથવા બે ઇનિંગ્સ રમશો તો એ ચોક્કસ મદદગાર સાબિત થાય, પછી ભલે તમે ગમે એટલા અનુભવી કેમ ન હો. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ ઘણી મહત્ત્વની છે.’