06 December, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજિત ટી. કે. રુબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) સીઝન-ટૂમાં ગઈ કાલે લીગ રાઉન્ડમાં સ્કૉર્ચર્સે છેલ્લી ઓવરના રોમાંચ વચ્ચે ૬ રનથી અને ટૉપ-10 લાયન્સે વન-સાઇડેડ મુકાબલામાં ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.
મૅચ ૯ઃ સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૩ રન - નીરવ નિશર ૩૩, ધ્રુવ બોરીચા ૨૫ રન, ધૈર્ય છેડા ૧૨ રનમાં, કાર્તિક ગડા ૧૬ રનમાં અને દીક્ષિત ગાલા ૩૩ રનમાં બે-બે વિકેટ)નો પૂર્ણલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૧૨૭ રનમાં ઑલઆઉટ - નિકેત શાહ ૩૪, હિત ગડા ૨૮ રન, ક્રમશ નંદુ ૧૬ રનમાં ૩, જૈનમ ગડા ૨૧ રનમાં અને પ્રથમ ગાલા ૨૩ રનમાં બે-બે વિકેટ) સામે ૬ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : જૈનમ ગડા (બે વિકેટ, બે રનઆઉટ).
મૅચ ૧૦ઃ ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૮.૩ ઓવરમાં ૮૫ રનમાં ઑલઆઉટ - સચિન ગડા ૧૩, ગૌરવ ગાલા ૧૨ રન, અમિત શાહ ૧૮ રનમાં અને કૌશલ નિશર ૨૨ રનમાં ૩-૩ વિકેટ, મયૂર ગાલા ૧૧ રનમાં અને રોમિલ શાહ ૨૨ રનમાં બે-બે વિકેટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૦.૨ ઓવરમાં બે વિકેટે ૮૮ રન - મયંક ગડા ૩૪, આદિત્ય શાહ ૨૪ રન, નિર્સગ છેડા ૨૬ રનમાં અને કશ્યપ સાવલા ૧૬ રનમાં એક-એક વિકેટ)નો ૮ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ અમિત શાહ (૧૮ રનમાં ૩ વિકેટ).હવે આવતી કાલે લીગમાં સવારે ૯ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ v/s ટીમ આવિષ્કાર તથા બપોરે ૧ વાગ્યે રોઝવૉલ્ટ સનરાઇઝર્સ v/s રંગોલી વાઇકિંગ્સ વચ્ચે મુકાબલો થશે.