08 January, 2025 09:31 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
વીરેન્દર સેહવાગ
મસ્તીખોર ઍટિટ્યુડ માટે પ્રખ્યાત ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ હાલમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે કેરલાના પલક્કડ જિલ્લાના પુલીક્કલ વિશ્વા નાગાયક્ષી મંદિરની મુલાકાત લીધી હતી જેમાં તે શરીર પર પારંપરિક પોશાક સાથે ધાર્મિક પૂજાપાઠ કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટ-ફૅન્સે ભાગ્યે જ વીરુને આ રીતે પૂજાપાઠ કરતા જોયો હશે.