૩૦૦ વન-ડે મૅચ બાદ સચિનની સરખામણીએ ૧૮ સદી વધારે ફટકારીને ૨૫૫૨ રન આગળ છે કોહલી

04 March, 2025 09:06 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

૩૦૦ વન-ડે મૅચ બાદ બન્ને ક્રિકેટર્સના રેકૉર્ડની સરખામણી કરીએ તો વિરાટે સચિન કરતાં ૧૭ ફિફ્ટી અને ૧૮ સેન્ચુરી વધુ ફટકારીને ૨૫૫૨ રન વધારે બનાવ્યા છે.

સચિન તેન્ડુલકર

ક્રિકેટજગતમાં મહાન બૅટર્સ સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીએ ભારતનો ડંકો વગાડ્યો છે. ટીમના મુખ્ય રન-સ્કોરરની જવાબદારી નિભાવતા બન્ને ક્રિકેટર્સે અનેક રેકૉર્ડ બનાવ્યા છે અને અનેક તોડ્યા છે. સચિન (૧૦૦ સેન્ચુરી) બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર વિરાટ (૮૨ સેન્ચુરી)એ વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૮૦૦૦ રન (૧૭૫ ઇનિંગ્સ), ૯૦૦૦ રન (૧૯૪ ઇનિંગ્સ), ૧૦,૦૦૦ રન (૨૦૫ ઇનિંગ્સ), ૧૧,૦૦૦ રન (૨૨૨ ઇનિંગ્સ), ૧૨,૦૦૦ રન (૨૪૨ ઇનિંગ્સ), ૧૩,૦૦૦ રન (૨૬૭ ઇનિંગ્સ) અને ૧૪,૦૦૦ રન (૨૮૭ ઇનિંગ્સ) બનાવવાનો રેકૉર્ડ કર્યો છે. ૩૦૦ વન-ડે મૅચ બાદ બન્ને ક્રિકેટર્સના રેકૉર્ડની સરખામણી કરીએ તો વિરાટે સચિન કરતાં ૧૭ ફિફ્ટી અને ૧૮ સેન્ચુરી વધુ ફટકારીને ૨૫૫૨ રન વધારે બનાવ્યા છે.

૩૦૦ વન-ડે મૅચ બાદ સચિન-વિરાટની સરખામણી

કૅટેગરી

વિરાટ કોહલી

સચિન તેન્ડુલકર

મૅચ

૩૦૦

૩૦૦

ઇનિંગ્સ

૨૮૮

૨૯૧

રન

૧૪,૦૯૬

૧૧,૫૪૪

ઍવરેજ

૫૮.૦૦

૪૪.૨૨

સ્ટ્રાઇક-રેટ

૯૩.૪૦

૮૬.૫૫

ફિફ્ટી

૭૩

૫૬

સેન્ચુરી

૫૧

૩૩

 

virat kohli sachin tendulkar indian cricket team cricket news sports news sports