midday

મહિલા દિન નિમિત્તે કોહલીનો પત્ની અનુષ્કા ને દીકરી વામિકા માટે સંદેશ

09 March, 2021 11:20 AM IST  |  New Delhi

મહિલા દિન નિમિત્તે કોહલીનો પત્ની અનુષ્કા ને દીકરી વામિકા માટે સંદેશ
અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અને વિરાટ કોહલી

અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અને વિરાટ કોહલી

ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા અને દીકરી વામિકાનો એક ફોટો અપલોડ કરીને એક સંદેશ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‘બા‍ળકનો જન્મ થતો જોવો એ માણસના જીવનનો સૌથી રોચક, શાનદાર અને અવિસ્મરણીય અનુભવ હોય છે. આ જોઈને તમે એક મહિલાની અસલી તાકાત અને તેની મહાનતાનો અનુભવ કરી શકો છો અને ત્યારે તમે જાણી શકશો કે શા માટે ઈશ્વરે તેમના શરીરમાં અન્ય એક જીવને સ્થાન આપ્યું છે. આનું કારણ એ જ છે કે તેઓ પુરુષ કરતાં વધુ સક્ષમ છે. મારા જીવનની નીડર અને સ્ટ્રૉન્ગ મહિલા (મારી પત્ની)ને તેમ જ ભવિષ્યમાં પોતાની મમ્મી જેવી બનનારી મારી દીકરીને અને વિશ્વની દરેક મહિલાઓને મહિલા દિનની શુભેચ્છા આપું છું.’

Whatsapp-channel
virat kohli anushka sharma cricket news sports news international womens day