ન્યૂઝ શોર્ટમાં : લંડનમાં વિરાટ-વામિકાની લંચ ડેટ અને વધુ સમાચાર

28 February, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૫૨ વિકેટ લેનાર નીલ વૅગનર રિટાયરમેન્ટની જાહેરાત કરીને રડ્યો, નામિબિયાના ક્રિકેટરે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ફટકારી ફાસ્ટેસ્ટ સદી

વિરાટ કોહલી વામીકા સાથે

દીકરા અકાયના જન્મને લીધે વિરાટ કોહલી પરિવાર સાથે હાલમાં લંડન છે. એ દરમ્યાન વિરાટ કોહલી દીકરી વામિકા સાથે લંડનની એક રેસ્ટોરાંમાં જમતો જોવા મળ્યો હતો. બન્નેનો ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

નામિબિયાના ક્રિકેટરે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ફટકારી ફાસ્ટેસ્ટ સદી


૨.૫૭ મિલ્યનની વસ્તી ધરાવતા નામિબિયાના બાવીસ વર્ષના ક્રિકેટર જાન નિકોલ લોફ્ટી-ઇટોને ફાસ્ટેસ્ટ ટી૨૦ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી છે. નામિબિયા માટે ૨૦૨૧માં ડેબ્યુ કરનાર આ ખેલાડીએ ૩૩ બૉલમાં ૧૧ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી નેપાલ સામે ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. જાન નિકોલ લોફ્ટી-ઇટોને આ મૅચમાં ૩ ઓવરમાં ૨૯ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. જાન નિકોલના ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. 

ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી

લોફ્ટી-ઇટોન - ૩૩ બૉલ

કુશલ મલ્લા - ૩૪ બૉલ

ડેવિડ મિલર - ૩૫ બૉલ

રોહિત શર્મા - ૩૫ બૉલ

ઍક્શન મોડ ઑન 


ડીવાય પાટીલ ટી૨૦ કપ ૨૦૨૪માં રિલાયન્સ-વન તરફથી રમતા ઈશાન કિશને મેદાન પર કરી વાપસી.

૧૩૫૨ વિકેટ લેનાર નીલ વૅગનર રિટાયરમેન્ટની જાહેરાત કરીને રડ્યો


ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ૩૭ વર્ષના ફાસ્ટ બોલર નીલ વૅગનરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. કોચ ગૅરી સ્ટેડ સાથેની વાતચીત બાદ તેણે ૧૨ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. રિટાયરમેન્ટની જાહેરાત સમયે તે પત્રકારો સામે ભાવુક પણ થયો હતો. ૨૦૧૨માં ટેસ્ટ ડેબ્યુ કરનાર નીલ વૅગનરે માત્ર ઇન્ટરનૅશનલ કરીઅરમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. નીલ વૅગનરે ૬૪ ઇન્ટરનૅશનલ ટેસ્ટમાં ૨૬૦ વિકેટ, ૨૫૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૮૨૧, લિસ્ટ-એની ૧૧૬ મૅચમાં ૧૭૬ અને ૮૬ ટી૨૦માં ૯૫ વિકેટ લીધી છે. 

sports news sports cricket news virat kohli australia