દિનેશ કાર્તિકે સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીને શું સલાહ આપી?

29 October, 2024 08:53 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ-મૅચની ચાર ઇનિંગ્સમાં તેના બૅટથી માત્ર ૮૮ રન જ બન્યા છે જેમાંથી તેણે બૅન્ગલોર ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૭૦ રન બનાવ્યા હતા

પુણે ટેસ્ટમાં મિચલ સૅન્ટનરની બોલિંગમાં વિરાટ કોહલી બોલ્ડ થઈ ગયો હતો.

ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ-મૅચની ચાર ઇનિંગ્સમાં તેના બૅટથી માત્ર ૮૮ રન જ બન્યા છે જેમાંથી તેણે બૅન્ગલોર ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૭૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના બૅટથી છેલ્લી ટેસ્ટ-સેન્ચુરી ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે બની હતી. છેલ્લાં ચાર વર્ષમાં તે ટેસ્ટ-ક્રિકેટમાં માત્ર બે વખત ૧૦૦ રનનો આંકડો પાર કરી શક્યો છે. 

કોહલીના આ નિરાશાજનક પ્રદર્શનને જોઈને ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે સલાહ આપતાં કહ્યું હતું કે ‘આપણે જાણીએ છીએ કે કોહલીમાં કેટલી ક્ષમતા છે, પણ આ સિરીઝ તેના માટે નહોતી. છેલ્લાં ૨-૩ વર્ષમાં ટેસ્ટમાં સ્પિનર્સ સામે તેનો રેકૉર્ડ સારો રહ્યો નથી. તેણે કદાચ ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછા ફરવું પડશે અને DRSના વર્તમાન નિયમો પર ધ્યાન આપવું પડશે. એમાં કોઈ શંકા નથી કે ડાબોડી સ્પિનર્સ તેના માટે એક મોટો ખતરો છે.’ 

કાર્તિક IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુમાં વિરાટ કોહલી સાથે રમી ચૂક્યો છે અને આગામી સીઝનમાં તે આ ટીમના બૅટિંગ-કોચ અને મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. 

virat kohli dinesh karthik india new zealand pune test cricket ipl royal challengers bangalore cricket news sports news sports