01 January, 2025 08:22 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
મુંબઈના સ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકર બાદ સૌથી વધુ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલીની કરીઅર માટે ૨૦૨૪ સૌથી ખરાબ સાબિત થયું છે. તેણે ત્રણેય ફૉર્મેટ મળીને ૨૦૨૪માં ૨૧.૮૩ની ઍવરેજથી બૅટિંગ કરી છે. આ તેના ઇન્ટરનૅશનલ કરીઅરની એક વર્ષની સૌથી ઓછી બૅટિંગ-ઍવરેજ છે અને ટૉપ-સિક્સમાં બૅટિંગ કરતાં ભારતીય બૅટરની એક વર્ષની ઓછી બૅટિંગ-ઍવરેજનો પણ આ રેકૉર્ડ છે. આ પહેલાં આ શરમજનક રેકૉર્ડ સંજય માંજરેકરના નામે હતો જેમણે ૧૯૯૨માં ૨૩.૪૨ની ઍવરજથી જ બૅટિંગ કરી હતી.
વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટમાં ૨૪.૫૨, વન-ડેમાં ૧૯.૩૩ અને T20માં ૧૮.૦૦ની ઍવરેજથી બૅટિંગ કરી છે. રવિ શાસ્ત્રી માને છે કે તે હજી ૩-૪ વર્ષ માટે ક્રિકેટ રમી શકશે. ઇરફાન પઠાણ કહે છે કે કોહલી ઑફ-સ્ટમ્પની બહાર ડ્રાઇવ શૉટ રમવાની પોતાની લાલચ નથી છોડી રહ્યો. બધા સિનિયર તેને આ બાબતે સમજાવી રહ્યા છે. સામાન્ય દિવસોની જેમ તે મેદાન પર આ બાબતે શિસ્તાચાર નથી રાખી રહ્યો.’
૨૦૨૪માં વિરાટ કોહલીના રન અને બૅટિંગ-ઍવરેજ
૧૯ ટેસ્ટ-ઇનિંગ્સ : ૪૧૭ રન, ૨૪.૫૨ ઍવરેજ
૩ વન-ડે ઇનિંગ્સ : ૫૮ રન, ૧૯.૩૩ ઍવરેજ
૧૦ T20 ઇનિંગ્સ : ૧૮૦ રન, ૧૮.૦૦ ઍવરેજ