26 December, 2024 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ જાહેર થતાંની સાથે વિરાટ કોહલી પણ ભારે ચર્ચામાં છે, કારણ કે ૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં આયોજિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ વિરાટ કોહલીની કરીઅરની ૩૦૦મી વન-ડે મૅચ બની શકે છે. ૩૦૦ વન-ડે મૅચ રમનાર તે વિશ્વનો બાવીસમો પ્લેયર બનશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર સૌથી વધુ ૪૬૩ વન-ડે મૅચ રમીને આ લિસ્ટમાં ટૉપ પર છે.
વિરાટ કોહલીએ હમણાં સુધી ૨૯૫ મૅચ રમી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચ રમ્યા બાદ ૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામેની ચૅમ્પિયન ટ્રોફીની મૅચ વિરાટ કોહલીની ૨૯૯મી મૅચ હશે. કોઈ પણ ઈજા કે અન્ય સમસ્યા વગર જો ચારેય વન-ડેમાં કોહલી રમશે તો પાકિસ્તાન સામેની મૅચ વિરાટ કોહલીની કરીઅરની ૩૦૦મી વન-ડે મૅચ બની જશે, જેનાથી આ હાઈ વૉલ્ટેજ મૅચનો રોમાંચ ડબલ થઈ જશે.