ક્રિસ્ટિઆનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી જે ન કરી શક્યા એ કોહલીએ કરી બતાવ્યું

27 May, 2024 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલ્યન હૅશટૅગ પૂરા કરનાર પ્રથમ સ્પોર્ટ્‍સમૅન બન્યો

વિરાટ કોહલી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં ઑનફીલ્ડ ધમાલ મચાવનાર વિરાટ કોહલી મેદાનની બહાર પણ ઇતિહાસ રચી રહ્યો છે. ફુટબૉલના દિગ્ગજો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીના ફૅનફૉલોઇંગથી આખી દુનિયા વાકેફ છે, પણ વિરાટ કોહલીએ જે સિદ્ધિ મેળવી છે એનાથી આ બન્ને ફુટબૉલર ખૂબ જ દૂર છે. સોશ્યલ મીડિયા ઍપ ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલ્યન હૅશટૅગ પૂરા કરનાર વિરાટ કોહલી દુનિયાનો પ્રથમ સ્પોર્ટ્‍સમૅન બન્યો છે.

સૌથી વધુ ૬૩૦ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતા પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર ૧૮ મિલ્યન હૅશટૅગ છે, જ્યારે ૫૦૩ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતા આર્જેન્ટિનાના મેસીના ૨૫ મિલ્યન હૅશટૅગ છે. વિરાટ કોહલી ૨૬૯ મિલ્યન ફૉલોઅર્સ સાથે દુનિયાનો ત્રીજો સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતો ઍથ્લીટ છે. 

T20 વર્લ્ડ કપ પહેલાં વિરાટને બ્રેક?

આ વર્ષે વિરાટ કોહલીનું IPL ટાઇટલ જીતવાનું સપનું ૧૭મી વખત તૂટ્યું હતું. ન્યુ યૉર્ક જવા રવાના થયેલી ભારતીય ટીમના પહેલા બૅચમાં વિરાટ કોહલી નહોતો. અહેવાલ અનુસાર કોહલીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે થોડો સમય માગ્યો છે. તે ૩૦ મેએ અમેરિકા જવા રવાના થશે, જેના કારણે તે ૧ જૂને બંગલાદેશ સામેની ભારતની વૉર્મ-અપ મૅચ પણ ગુમાવી શકે છે. 

virat kohli instagram cristiano ronaldo lionel messi sports sports news cricket news