31 July, 2023 09:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)
Viral Video: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) જ્યારે પોતાની સીટ પર બેસીને નૅપ લઈ રહ્યો હતો ત્યારે વિમાનની એક ઍર હોસ્ટેસે ચોરી-છૂપાઈને તેનો વીડિયો બનાવી લીધો. આ ક્લિપને લઈને જ્યાં કેટલાક લોકોએ ઍર હોસ્ટેસની ભાવનાઓને સમજી રહ્યા છે, તો કેટલાક લોકો કહે છે કે આ તેની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમના લિવિંગ લેજેન્ડ મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વ `માહી` અને `થાલા`ના નામે પણ ઓળખે છે. મોટાભાગે `કૅપ્ટન કૂલ`ના વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન એક પૉપ્યુલર ગેમ રમતા જોવા મળ્યા હતા. સાથે જ, કેબિન ક્રૂએ ચૉક્લેટ્સ આપીને તેમનું અભિવાદન કર્યું હતું. હવે એકવાર ફરી ધોનીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં તે પત્ની (સાક્ષી) સાથે ફ્લાઈટમાં ટ્રાવેલ કરતા જોવા મળે છે. તે જ્યારે પોતાની સીટ પર બેસીને નેપ લઈ રહ્યો હતો ત્યારે વિમાનની એક ઍર હૉસ્ટેસે છૂપાઈને તેનો વીડિયો બનાવી દીધો. આ ક્લિપને લઈને જ્યાં કેટલાક લોકોએ ઍર હોસ્ટેસની ભાવનાઓને સમજી રહ્યા છે, તો કેટલાક લોકો કહે છે કે આ તેની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે.
છુપાઈને બનાવી લીધો ધોનીનો વીડિયો
આ 22 સેકેન્ડ્સના વાયરલ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જોવા મળે છે, તે ફ્લાઈટની વિન્ડો સીટ પર બેઠાં-બેઠાં સૂઈ રહ્યો છે. આ દરમિયાન ફ્લાઈટની ઍર હૉસ્ટેસ સૂતેલા ધોનીનો ચોરી-છૂપે વીડિયો બનાવી લીધો. કેબિન ક્રૂ સભ્યનો યૂનિફૉર્મ જોઈને લાગે છે કે આ ઘટના `ઈન્ડિગો`ની ફ્લાઈટની હોઈ શકે છે. જો કે, આની પુષ્ટિ થઈ નથી કે આ ક્લિપ ક્યારની છે અને માહી ક્યાં જઈ રહ્યો હતો, કેટલાક યૂઝર્સને આ છોકરીની હરકત ક્યૂટ લાગી, તો કેટલાકે પ્રાઇવસીનું ઉલ્લંઘન જણાવ્યું. એટલું જ નહીં, કેટલાક યૂઝર્સે તો ફ્લાઈટ અટેન્ડેન્ટને નોકરીમાંથી પણ કાઢી નાખવાની માગ કરી. જણાવવાનું કે, IPL 2023માં ધોનીએ પોતાની કૅપ્ટનશિપમાં `ચેન્નઈ સુપર કિંગ્સ`ને 5મીવાર ચેમ્પિયન બનાવ્યા હતા.
જનતાએ ક્રૂ મેમ્બરનો લીધો ક્લાસ
આ વીડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પરથી શૅર કરવામાં આવી રહ્યો છે. આ ક્લિપને ટ્વિટર પર `આકાશ` (@BhoolNaJaana) નામના યૂઝરે પોસ્ટ કરતા લખ્યું- ફેન ગર્લ મોમેન્ટ. આ જ રીતે એક અન્ય યૂઝરે આ વીડિયો શૅર કરતા લખ્યું હતું- આજનો ક્યૂટેસ્ટ વીડિયો. આ ટ્વીટ લખાયા સુધીમાં 17 હજારથી વધારે વ્યૂઝ અને સેંકડો લાઇક્સ મળી ચૂક્યા છે. સાથે જ, તમામ યૂઝર્સે કોમેન્ટ કરી છે. એક શખ્સે લખ્યું- તેમની પ્રાઈવસી વિશે શું ખ્યાલ છે? બીજાએ લખ્યું કે આ યોગ્ય નથી. અન્યએ કહ્યું કે માહી સામે તો લોકો આવી ભૂલ કરી જાય છે. દ્યારે કેટલાક યૂઝર્સે કહ્યું કે આ લાઈક્સ અને વ્યૂઝનો ચક્કર છે.