21 March, 2023 02:44 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશને થોડા સમયમાં લખનઉ અને કાનપુર પછી હવે વારાણસીમાં ત્રીજું ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ મળશે. લખનઉના સ્ટેડિયમનું નામ અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ છે અને કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમ છે.
આગામી મે અથવા જૂનમાં વારાણસીના સ્ટેડિયમનું બાંધકામ શરૂ થશે અને ૨૦૨૪ના અંત સુધીમાં સ્ટેડિયમ તૈયાર થઈ જશે. સત્તાધીશોએ જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન અને બીસીસીઆઇને આ મહિનાના અંત સુધીમાં વારાણસીની નવા સ્ટેડિયમ માટેની પ્રૉપર્ટી મળી જશે. આ કૉન્ટ્રૅક્ટના બદલામાં અસોસિએશન ઉત્તર પ્રદેશની સરકારને દર વર્ષે ૧૦ લાખ રૂપિયા આપશે. રાજ્ય સરકારે સ્ટેડિયમ માટે વારાણસીના રાજાતલાબ વિસ્તારમાં ૩૧ એકરનો પ્લૉટ ખરીદ્યો છે.