વાંદરાઓના આતંકને રોકવા લંગૂર બન્યા સિક્યૉરિટી ગાર્ડ

30 September, 2024 11:03 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશને (UPCA) ભારત અને બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વાંદરાઓ દ્વારા ખોરાક છીનવી લેવાના જોખમને દૂર કરવા માટે લંગૂર અને તેમના હૅન્ડલરોની નિમણૂક કરી છે

કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ

ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશને (UPCA) ભારત અને બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વાંદરાઓ દ્વારા ખોરાક છીનવી લેવાના જોખમને દૂર કરવા માટે લંગૂર અને તેમના હૅન્ડલરોની નિમણૂક કરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટૅન્ડ્સમાં કૅમેરામેન અને ક્રિકેટ ફૅન્સને વાંદરાઓ દ્વારા હેરાનગતિનું જોખમ છે. એથી અમે લંગૂર દ્વારા સિક્યૉરિટીની વ્યવસ્થા કરી છે. આ પહેલાં પણ આ સ્ટેડિયમમાં વાંદરાઓને ડરાવીને ભગાડવા માટે લંગૂર બોલાવવા પડ્યા હતા. સ્ટૅન્ડને પાછળ અને બન્ને બાજુએ કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું જેથી કરીને વાંદરાઓ સ્ટેડિયમથી દૂર રહે.

૩૭ વર્ષના રોહિત શર્માએ એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ ઉંમરને કારણે નહોતું લીધું. હું આજે પણ ત્રણેય ફૉર્મેટ એકસાથે રમી શકું છું. મને T20 વર્લ્ડ કપ રમવાની મજા આવી અને આગળ વધવાનો એ જ સાચો સમય હતો, કારણ કે ટીમના યુવા ક્રિકેટર્સ ભવિષ્યમાં ટીમ માટે સારું પ્રદર્શન કરી શકે છે.’

india bangladesh test cricket cricket news kanpur uttar pradesh rohit sharma t20 international t20 world cup sports news sports