અન્ડર-19 વર્લ્ડ કપઃ જો વરસાદ થશે તો ઑસ્ટ્રેલિયા vs પાકિસ્તાનની સેમી ફાઇનલ મૅચમાં શું થશે?

08 February, 2024 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો વરસાદને કારણે મૅચ રદ થાય તો એનો સીધો ફાયદો પાકિસ્તાનને થાય છે.

ભારતીય અંડર ૧૯ ક્રિકેટ ટીમ

આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૨૪માં બીજી સેમી ફાઇનલ મૅચ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ૮ ફેબ્રુઆરીના રોજ થશે. બન્ને ટીમ વચ્ચે હાઈ વૉલ્ટેજ મૅચ રમાશે. આ મૅચ સહારા પાર્ક વિલોમુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો આ મૅચમાં વરસાદ થશે તો ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન મૅચમાં શું થશે અને કંઈ ટીમ ૧૧ ફેબ્રુઆરીએ ફાઇનલમાં ભારત સામે ટકરાશે?

ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની મૅચ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?
આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૨૪માં પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમી ફાઇનલ મૅચ ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૩૦ કલાકે શરૂ થશે. જેનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીજી હૉટસ્ટાર ઍપ પર જોઈ શકાશે.

જો વરસાદ થશે તો મૅચનું પરિણામ કઈ રીતે આવશે?
ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી સેમી ફાઇનલ મૅચ જો વરસાદને કારણે રદ થશે તો એનું નુકસાન ઑસ્ટ્રેલિયાને ભોગવવું પડશે. જોકે સારી બાબત એ છે કે સેમી ફાઇનલમાં આઇસીસીએ રિઝર્વ-ડે નક્કી કર્યો છે. જો રિઝર્વ-ડેમાં પણ મૅચ રદ થશે તો જે ટીમના પૉઇન્ટ ટેબલમાં વધુ હશે એ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. પાકિસ્તાન ૪ મૅચમાં જીત સાથે ૮ પૉઇન્ટ ધરાવે છે, જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ ૩ મૅચમાં જીત સાથે ૭ પૉઇન્ટ ધરાવે છે. નેટ રનરેટમાં પાકિસ્તાન કરતાં ઑસ્ટ્રેલિયા આગળ છે, પણ જો વરસાદને કારણે મૅચ રદ થાય તો એનો સીધો ફાયદો પાકિસ્તાનને થાય છે.

sports news indian cricket team under 19 cricket world cup south africa pakistan australia