22 December, 2024 12:56 PM IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent
ટીમની ફાઇલ તસવીર
મલેશિયા (Malaysia)માં ચાલી રહેલા અંડર-૧૯ મહિલા એશિયા કપ (U-19 Women`s Asia Cup Final)માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team)એ રવિવારે બાંગ્લાદેશ મહિલા ટીમ (Bangladesh Women’s Cricket Team)ને ૪૧ રને હરાવીને અન્ડર-19 એશિયા કપનો ખિતાબ (U-19 Women`s Asia Cup Finals, India vs Bangladesh) જીત્યો હતો. આ સાથે ભારતીય મહિલાઓએ પુરૂષોની અન્ડર-19 ફાઈનલમાં બાંગ્લાદેશ (Bangladesh)ના હાથે ભારત (India)ની હારનો બદલો પણ લઈ લીધો છે. કુઆલાલંપુર (Kuala Lumpur)માં રમાયેલી ટાઈટલ મેચમાં ભારતીય મહિલાઓએ પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને માત્ર ૧૧૭ રન બનાવ્યા હતા. આ સ્કોર સામે બાંગ્લાદેશની ટીમ ૧૮.૩ ઓવરમાં ૭૬ રનમાં સમેટાઈ ગઈ હતી. ૮ ડિસેમ્બરે બાંગ્લાદેશે મેન્સ અન્ડર-19 એશિયા કપમાં ભારતને ૫૯ રને હરાવીને ભારતને ઊંડો ઘા આપ્યો હતો. હવે મહિલા ટીમે ખિતાબ જીતીને તે ઘાવને પુરી દીધો છે.
ફાઈનલમાં ભારતીય ટીમની બેટિંગ વધુ લાંબી ટકી ન હતી. ઓપનર ગોનગડી ત્રિશાની અડધી સદીના આધારે ટીમે ૧૦૦નો આંકડો પાર કર્યો હતો. ૪૭ બોલનો સામનો કરીને તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા હતા. બીજી ઓપનિંગ બેટ્સમેન જી કમલિનીએ માત્ર પાંચ રન બનાવ્યા હતા. જ્યારે સાનિકા ચાલકે ખાતું પણ ખોલાવી શકી નથી. કેપ્ટન નિક્કી પ્રસાદે ૨૧ બોલમાં ૧૨ રન બનાવ્યા હતા. ઇશ્વરી અવસારે માત્ર પાંચ રન બનાવી શકી હતી. ભારતીય ટીમના નીચલા ઓર્ડરે પણ નિરાશ કર્યા. મિતાલી વિનોદ પાસેથી થોડી આશા હતી, પરંતુ તે પોતાની ઇનિંગ્સને ૧૭ રનથી આગળ લઈ શકી ન હતી. આયુષી શુક્લા ૧૩ બોલમાં માત્ર ૧૦ રન બનાવી શકી હતી. તેણે પોતાની ઇનિંગમાં એક ચોગ્ગો માર્યો હતો. વીજે જોશીતા માત્ર બે રન બનાવ્યા બાદ અણનમ રહી હતી અને શબનમ શકીલ ચાર રન બનાવીને અણનમ રહી હતી.બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઈસ્મીને ચાર, નિશિતા અખ્તરે બે અને હબીબા ઈસ્લામે એક વિકેટ લીધી હતી. બાં
ગ્લાદેશને જીતવા માટે માત્ર ૧૧૮ રનની જરૂર હતી. એવું લાગતું હતું કે બાંગ્લાદેશ આ મેચ આસાનીથી જીતી જશે અને પુરૂષ ટીમ બાદ મહિલા ટીમના સપના પણ ચકનાચૂર થઈ જશે, પરંતુ ભારતીય બોલરોએ આખી બાજી પલટી દીધી હતી. ટીમે બાંગ્લાદેશના બેટ્સમેનોને સતત પેવેલિયન મોકલીને જીત મેળવી હતી. બાંગ્લાદેશ તરફથી જુરિયા ફિરદૌસે સૌથી વધુ ૨૨ રન બનાવ્યા હતા. તેણે ૩૦ બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. ઓપનર ફાહોમિદા ચોયાએ ૧૮ રનની ઇનિંગ રમી હતી. અન્ય કોઈ બેટ્સમેન બે અંક સુધી પહોંચી શકી નહોતી. ભારત તરફથી આયુષી શુક્લાએ ૧૭ રનમાં ૩ વિકેટ લીધી હતી. સોનમ યાદવે ૧૩ રનમાં ૨ વિકેટ લીધી હતી. પારુણિકા સિસોદિયાએ ૧૨ રનમાં ૨ વિકેટ લીધી હતી. વીજે જોશીતાએ ૧૧ રનમાં ૧ વિકેટ લીધી હતી. ગોનગડી ત્રિશાને તેની મેચ વિનિંગ અડધી સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.