13 February, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૨ની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સને ટૂંક સમયમાં નવો માલિક મળી શકે છે, કારણ કે ટૉરેન્ટ ગ્રુપ આ ફ્રૅન્ચાઇઝીમાં બહુમતી હિસ્સો ખરીદવાની નજીક છે. CVC કૅપિટલ પાર્ટનર્સે ૨૦૨૧માં આ ટીમ ખરીદી હતી. અમદાવાદસ્થિત ટૉરેન્ટ ગ્રુપ હવે તેમની પાસેથી ટીમમાંનો ૬૭ ટકા હિસ્સો ખરીદી શકે છે. માલિકીમાં કોઈ પણ ફેરફાર માટે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી જરૂરી છે. આ સોદો આગામી થોડા દિવસોમાં મંજૂર થવાની અપેક્ષા છે. લગભગ ૪૧,૦૦૦ કરોડ રૂપિયાની વૅલ્યુએશન ધરાવતા આ ગ્રુપે ૨૦૨૧માં બે નવી IPL ટીમો માટેની બોલીમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.