TK Ruby VPL-T20 2025 SEASON-3ની આવતી કાલથી ધમાકેદાર શરૂઆત

18 January, 2025 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં સવારે ૯ વાગ્યે ઍર ઇન્ડિયા સ્પોર્ટ‍્સ ક્લબ કાલિના સાંતાક્રુઝ-ઈસ્ટમાં ભવ્ય ઓપનિંગ સેરેમની કરવામાં આવશે. ત્યાર બાદ બે મૅચો TOP-10 Lions V/s Rangoli Vikings અને બીજી મૅચ Vimal Victors V/s Jolly Jaguars વચ્ચે રમાશે.

પ્રતીકાત્મક તસવીર

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK Ruby VPL-T20 2025 SEASON-3ની ૧૯ જાન્યુઆરીએ શરૂઆત થશે. એ પહેલાં સવારે ૯ વાગ્યે ઍર ઇન્ડિયા સ્પોર્ટ‍્સ ક્લબ કાલિના સાંતાક્રુઝ-ઈસ્ટમાં ભવ્ય ઓપનિંગ સેરેમની કરવામાં આવશે. ત્યાર બાદ બે મૅચો TOP-10 Lions V/s Rangoli Vikings અને બીજી મૅચ Vimal Victors V/s Jolly Jaguars વચ્ચે રમાશે.

સંસ્થા દ્વારા રમાડવામાં આવતી VPL-T20ની શરૂઆત ૨૦૦૯થી કરવામાં આવી હતી. IPL સ્ટાઇલથી રમાડવામાં આવેલી આ ટુર્નામેન્ટને સમાજમાં ખૂબ જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફાઇનલ મૅચોમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા અને એક વખત તો બન્ને બળૂકી ટીમો અને બળૂકા સ્પૉન્સરો સામસામે આવ્યા ત્યારે ગ્રાઉન્ડમાં ૫૦૦૦ જેટલા પ્રેક્ષકો આ રસાકસીભરી મૅચ જોવા ઊમટી પડ્યા હતા, પરંતુ સમય જતાં કોરોના પછી VPL-T20 થોડાં વર્ષો સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

૨૦૨૩ અને ૨૦૨૪થી પાછી VPL-T20ની શરૂઆત કરવામાં આવી હતી અને બે એડિશન ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે રમાડવામાં આવી હતી.

TK Ruby VPL-T20 2025 SEASON-3માં ૮ ઓનરો અને તેમના ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. ૨૦૨૪ની બાવીસમી ડિસેમ્બરે ખારની પ્યુપિલ્સ સ્કૂલમાં પ્લેયર્સ ઑક્શન રાખવામાં આવ્યું હતું અને ટીમ-ઓનર્સે પોતાના મનપસંદ ખેલાડીઓને બિડ કરી સિલેક્ટ કર્યા હતા. ઓનરોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધી ટીમના ખેલાડીઓ નેટ-પ્રૅક્ટિસમાં તનતોડ મહેનત કરીને તૈયારીઓ કરી રહ્યા છે.

શ્રી વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજી ભોજરાજ બુરીચાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના દરેક ટીમ-ઓનર્સ અને સ્પૉન્સરોનો ખૂબ જ સુંદર સાથ-સહકાર મળ્યો છે અને તેઓ પણ ક્રિકેટ દ્વારા વાગડ કલા કેન્દ્ર સાથે જોડાવામાં ગૌરવ અનુભવી રહ્યા છે. રવિવારે સવારે ૯ વાગ્યાથી શરૂ થતી આ ટુર્નામેન્ટ ખૂબ જ એક્સાઇટિંગ હશે જેનું લાઇવ પ્રસારણ YouTube ચૅનલ દ્વારા કરવામાં આવશે. ફાઇનલ ડે-નાઇટ મૅચ ૩૦ માર્ચે આ જ ગ્રાઉન્ડમાં રમાડવામાં આવશે.

cricket news santacruz mumbai gujarati community news gujaratis of mumbai sports news sports