વાઇટ બૉલની ત્રણેય ટ્રોફી જીતી લીધી, હવે રેડ બૉલમાં જીતી લે

02 July, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ દ્રવિડે પાનો ચડાવ્યો વિરાટ કોહલીને

રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી

ભારતીય ટીમ અને એનો કોચિંગ તથા સપોર્ટ સ્ટાફ ડ્રેસિંગ રૂમમાં T20 વર્લ્ડ કપના વિજયની ઉજવણી કરી રહ્યા હતા એ સમયનો એક વિડિયો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શૅર કર્યો છે, જેમાં વિદાય લેતો હેડ કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીને એવું કહેતો સંભળાય છે કે ‘તેં ત્રણેય વાઇટ બૉલ ઇવેન્ટ જીતી લીધી, હવે રેડ બૉલમાં જીતવાનું બાકી છે... જીતી લે.’

ઉલ્લેખનીય છે કે વન-ડે વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી અને હવે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો કોહલી હિસ્સો રહ્યો છે.

rahul dravid virat kohli international cricket council cricket news sports sports news