19 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ છેલ્લા કેટલાક મહિનામાં ફૅન્સ દ્વારા ટ્રોલ થવાના કડવા અનુભવ બાદ ભરપૂર પ્રશંસા પણ મેળવી છે. મુંબઈ ઇન્ડિયન્સનો આ કૅપ્ટન કહે છે, ‘હું ક્યારેય હાર માનતો નથી. મારી કરીઅરમાં એવો સમય આવ્યો જ્યારે મારું ધ્યાન જીતવા કરતાં રમતમાં ટકી રહેવા પર હતું. મને સમજાયું કે મારી સાથે ગમે એ થઈ રહ્યું હોય, ક્રિકેટ હંમેશાં મારો સાચો મિત્ર રહેશે. મેં મારી જાતને ટેકો આપ્યો અને જ્યારે મારી મહેનત રંગ લાવી ત્યારે એ મારી કલ્પના કરતાં પણ વધુ હતી. આ છ મહિનાના સમયગાળામાં અમે વર્લ્ડ કપ જીત્યો અને ઘરે પાછા ફર્યા પછી મને મળેલાં પ્રેમ અને સમર્થનથી હું અભિભૂત થઈ ગયો. મારા માટે સમયનું ચક્ર સંપૂર્ણ ૩૬૦ ડિગ્રી ફેરવાઈ ગયું હતું. મને ખબર નહોતી કે આ ક્યારે થશે, પરંતુ કહેવાય છે એમ, ભાગ્યની પોતાની યોજનાઓ હતી અને મારા કિસ્સામાં, અઢી મહિનામાં બધું બદલાઈ ગયું.’