પહેલવહેલી વાર સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાન રમશે વન-ડે સિરીઝ

17 September, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

UAEમાં પોતાના હોમગ્રાઉન્ડ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાશિદ ખાન સહિતની આખી ટીમે જીતની તૈયારી શરૂ કરી દીધી

રાશિદ ખાન

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આવતી કાલથી અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝ ઐતિહાસિક બની રહેશે. બન્ને ટીમો વચ્ચે પહેલી વાર દ્વિપક્ષીય વન-ડે સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં બન્ને ટીમો ૨૦૧૯ અને ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં સામસામે ટકરાઈ હતી. બન્નેમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

૧૮, ૨૦ અને બાવીસમી સપ્ટેમ્બરની ત્રણેય વન-ડે મૅચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જે ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. UAEમાં પોતાના હોમગ્રાઉન્ડ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાશિદ ખાન સહિતની આખી ટીમે જીતની તૈયારી શરૂ કરી દીધી છે, જ્યારે હાલમાં જ UAE પહોંચેલી સાઉથ આફ્રિકન ટીમનું હોટેલમાં અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

sports news sports cricket news south africa afghanistan