ફાઇનલની જેમ ભારત-પાકિસ્તાન મૅચ માટે પણ રિઝર્વ ડે

09 September, 2023 03:16 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

બંગલાદેશના કોચ કહે છે કે અમને પણ રિઝર્વ ડે મળવો જોઈતો હતો : આજે શ્રીલંકા-બંગલાદેશની મૅચ : વરસાદની સંભાવના.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શ્રીલંકામાં એશિયા કપની સુપર-ફોરની મૅચો તેમ જ ફાઇનલ માટેના સ્થળ કોલંબોમાં વરસાદ હોવાથી આ ટુર્નામેન્ટની સ્થિતિ અનિશ્ચિત છે. ભારત અને પાકિસ્તાનની બીજી સપ્ટેમ્બરની મૅચ એક ઇનિંગ્સ બાદ ધોવાઈ ગઈ એટલે બ્રૉડકાસ્ટર્સને તેમ જ સ્પૉન્સર્સને અને આયોજકોને મોટું નુકસાન થયું છે. રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે જે મુકાબલો (બપોરે ૩.૦૦ વાગ્યાથી) કોલંબોમાં થવાનો છે એ માટે જય શાહના પ્રમુખસ્થાન હેઠળની એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો છે. જો રવિવારે વરસાદને લીધે આખી મૅચ નહીં રમાય તો સોમવારે એ મૅચ જ્યાં અટકી હશે ત્યાંથી ફરી આગળ વધશે કે જેથી પરિણામ લાવી શકાય. માત્ર ૧૭ સપ્ટેમ્બરની ફાઇનલ માટે જ રિઝર્વ ડે રખાયો હતો, પરંતુ હવે ૧૦ સપ્ટેમ્બરની હાઈ-વૉલ્ટેજ મૅચ માટે પણ રાખવામાં આવ્યો છે. જોકે બંગલાદેશના કોચ ચંદિકા હથુરાસિંઘાએ ગઈ કાલે સાંજે પત્રકારોને કહ્યું કે ‘વરસાદની સ્થિતિ જોતાં જો આ રીતે (ભારત-પાકિસ્તાન મૅચ માટે) રિઝર્વ ડે રાખવામાં આવ્યો તો પછી અમારા માટે પણ કેમ નહીં?’

sports news sports asia cup cricket news