૧૨,૩૮૦ કરોડ મિનિટ સુધી લોકોએ જોઈ IPL 2024ની પ્રથમ ૧૮ મૅચ

14 April, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉચ-ટાઇમમાં ૧૫ ટકા અને ટીવી-રેટિંગમાં ૧૭ ટકાનો વધારો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દુનિયાભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના જણાવ્યા મુજબ ડિઝની સ્ટાર નેટવર્ક પર IPL 2024ની પ્રથમ ૧૮ મૅચોનું લાઇવ ટીવી ટેલિકાસ્ટ ૪૦ કરોડથી વધુ દર્શકોએ જોયું હતું. ૧૮ મૅચના જીવંત પ્રસારણ માટે આ અત્યાર સુધીનો આંકડો સૌથી વધુ છે. દર્શકો સાથે બ્રૉડકાસ્ટરે ૧૨,૩૮૦ કરોડ મિનિટનો જોવાનો સમય રેકૉર્ડ કર્યો છે જે IPL 2023ની આવૃત્તિ કરતાં ૧૫ ટકા વધુ છે. ટીવી-રેટિંગમાં ૧૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. IPL 2024 ટેલિકાસ્ટમાં ભારતીય સાઇન લૅન્ગ્વેજ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો સમાવેશ કરવામાં આવ્યો છે એને કારણે દુનિયાભરના લોકો IPL જોવા આકર્ષાયા છે. 

sports news sports cricket news indian premier league