પાકિસ્તાનના ખેલાડીઓને પાંચ મહિનાથી સૅલેરી નહીં: બાબરની કૅપ્ટન્સી પર ખતરો

29 October, 2023 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે દાવો કર્યો હતો કે ટીમના ખેલાડીઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી.

બાબર આઝમ

પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચવાની આશાનો લગભગ અંત આવી ગયો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે દાવો કર્યો હતો કે ટીમના ખેલાડીઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. આ વાતને દબાવવામાં આવી રહી છે. બાબર આઝમ છેલ્લા બે દિવસથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અશરફ રઝાને ફોન કરી રહ્યાે છે, પણ પરંતુ ફોન ઉપાડાતા નથી, એટલું જ નહીં, મેસેજનો જવાબ પણ આપવામાં આવી રહ્યો નથી. એવું માનવામાં આવે છે કે બાબરની કૅપ્ટન્સી ખતરામાં છે. બીજી તરફ ખેલાડીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેમના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની સમીક્ષા કરવામાં આવશે. ખેલાડીઓને સૅલેરી મળી નથી. આવી સ્થિતિમાં તેઓ કઈ રીતે રમે?

pakistan world cup sports sports news babar azam