અફઘાનિસ્તાન-ન્યુ ઝીલૅન્ડની ઐતિહાસિક ટેસ્ટ-મૅચ બીજા દિવસે પણ શરૂ ન થઈ શકી

11 September, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્ટ્રિક પંખા અને સ્પન્જની મદદથી મેદાન સૂકવવાનો થયો પ્રયાસ

ગ્રેટર નોએડા

અફઘાનિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ઇતિહાસની પહેલી ટેસ્ટ-મૅચમાં બીજા દિવસની રમત પણ ટૉસ વિના રદ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે ગ્રેટર નોએડામાં પડેલા વરસાદને કારણે શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ‍્સ કૉમ્પ્લેક્સની પિચ અને આઉટફીલ્ડ ભીનાં જ રહ્યાં છે. ગ્રાઉન્ડ્સ સ્ટાફે એને સૂકવવા સ્પન્જ અને ઇલેક્ટ્રિક પંખાનો ઉપયોગ કર્યો, મેદાનના ભીના ભાગને ખોદીને એની જગ્યાએ નેટ પ્રૅક્ટિસ વિસ્તારમાંથી સૂકા ભાગો લાવી એને પણ લગાડવામાં આવ્યા હતા.

અમ્પાયરોનું કહેવું છે કે ‘એના પર રમવું ખતરનાક બની શકે છે, ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે. એથી તમામ ખેલાડીઓ હોટેલના રૂમમાં મેદાન સુકાય એની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ખેલાડીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા મેદાનમાં આવ્યા હતા.’

અફઘાનિસ્તાનમાં ક્રિકેટસુવિધાનો અભાવ હોવાથી ભારત અને UAEમાં તેમનાં હોમગ્રાઉન્ડ છે. ભારતમાં ગ્રેટર નોએડા, લખનઉ અને દેહરાદૂનના સ્ટેડિયમનો ઉપયોગ અફઘાની ટીમ હોમગ્રાઉન્ડ તરીકે કરે છે. 

afghanistan new zealand cricket news sports news sports