હમ સાથ સાથ હૈં...

07 January, 2024 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રો કબડ્ડી લીગનો ત્રીજો તબક્કો હાલમાં મુંબઈમાં ચાલી રહ્યો છે ત્યારે લીગમાં ગઈ કાલે યુ મુંબા અને જયપુર પિન્ક પૅન્થર વચ્ચે મૅચ રમાઈ હતી.

હમ સાથ સાથ હૈં...

પ્રો કબડ્ડી લીગનો ત્રીજો તબક્કો હાલમાં મુંબઈમાં ચાલી રહ્યો છે ત્યારે લીગમાં ગઈ કાલે યુ મુંબા અને જયપુર પિન્ક પૅન્થર વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં જયપુર ટીમે હોમ ટીમ યુ મુંબાને મહાત આપી હતી. જોકે આ મૅચ જોવા માટે જયપુર પિન્ક પૅન્થરના સહ-માલિક અભિષેક બચ્ચન સાથે અમિતાભ બચ્ચન તથા ઐશ્વર્યા રાય બચ્ચન તેમ જ દીકરી આરાધ્યા પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવી પહોંચ્યાં હતાં. આમ ફરી વાર ઐશ્વર્યાએ છૂટાછેડા લીધાની થોડી ઘણી અફવા હજી ફરી રહી છે એના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જયપુર પિન્ક પૅન્થર ટીમ પ્રો કબડ્ડી લીગની ૯મી સીઝનમાં ચૅમ્પિયન બની હતી. એ સમયે એ ફાઇનલ મૅચમાં યુ મુંબાને ૪૧-૩૧થી મહાત આપીને ચૅમ્પિયન બન્યું હતું. મૅચ બાદ બચ્ચન-પરિવારે જયપુર ટીમના તમામ ખેલાડીઓની મુલાકાત લીધી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

sports news kabaddi news abhishek bachchan