13 December, 2024 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એજન્સી
સચિન તેન્ડુલકર ફાઉન્ડેશને પોતાના પાર્ટનર માન દેશી ચૅમ્પિયન્સ સાથે મળીને હાલમાં મહારાષ્ટ્રના સાતારામાં આધુનિક રમત-સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. સચિને સાતારામાં પત્ની અંજલિ અને દીકરી સારા સાથે બાસ્કેટબૉલ અને બૅડ્મિન્ટન માટે કોર્ટ, ઇન્ડોર રેસલિંગ અને બૉક્સિંગ અરીના, ૧૫૦ ઍથ્લીટ્સ માટે હૉસ્ટેલ સહિતની વર્લ્ડ ક્લાસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સચિન અને સારા આ દરમ્યાન બાળકો સાથે ધિંગામસ્તી કરતાં પણ જોવા મળ્યાં હતાં.