વીપીએલમાં ટીમ ઇન્ટિગ્રેટેડનો પ્રથમ વિજય, આવિષ્કાર બિગ બૅશની જીતની હૅટ-ટ્રિક

22 April, 2023 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂર્ણલબ્ધિ બુલ્સનો સતત પાંચમો પરાજય

પ્રતિકાત્મક તસવીર

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૧૯મી મૅચમાં આવિષ્કાર બિગ બૅશે રોઝવૉલ્ટ સનરાઇઝર્સને હરાવીને જીતની હૅટ-ટ્રિક નોંધાવી હતી, જ્યારે ૨૦મી મૅચમાં પૂર્ણલબ્ધિ બુલ્સને હરાવીને ટીમ ઇન્ટિગ્રેટેડે સીઝનમાં પ્રથમ વાર જીતનો સ્વાદ ચાખ્યો હતો. પૂર્ણલબ્ધિ બુલ્સનો આ સતત પાંચમો પરાજય હતો. 
મૅચ ૧૯ઃ રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૧૮.૫ ઓવરમાં ૧૦૦ રનમાં ઑલઆઉટ) સામે આવિષ્કાર બિગ બૅશ (૧૨.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૦૪ રન)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ આવિષ્કાર બિગ બૅશનો રુષભ દેઢિયા (૩ વિકેટ). 
મૅચ ૨૦ઃ પૂર્ણલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૬ રન) 
સામે ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૯.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૩૮ રન)ની ૪ વિકેટે જીત. મૅન ઑફ ધ મૅચ ઃ ટીમ ઇન્ટિગ્રેટેડનો નિસર્ગ છેડા (૩૯ રન, બે વિકેટ અને એક કૅચ).‍ 
હવે મંગળવારે ૨૫ એપ્રિલે સવારે ૯.૩૦ વાગ્યાથી પૂર્ણલબ્ધિ બુલ્સ V/S રંગોલી વાઇકિંગ્સની અને બપોરે ૧ વાગ્યાથી આવિષ્કાર બિગ બૅશ V/S ટૉપ-10 લાયન્સ વચ્ચે મુકાબલો થશે.

cricket news sports news santacruz