ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 મુંબઈ

14 November, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સમાપ્ત

વિનર અને રનર-અપ ટીમ સાથે અજિંક્ય નાયક, મુકેશ બદાણી, મનીષ મોરે, ઉન્મેષ ખાનવિલકર, પ્રશાંત કારિયા, નલિન મહેતા, નિશિથ ગોળવાલા તથા મથુરાભાઈ ભાનુશાલી, MCAના સભ્યો તથા ક્રિકેટ સબ-કમિટીના સભ્યો.

ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા ત્રીજી અન્ડર-15 મુંબઈ ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટ મંગળવારે રોમાંચક ફાઇનલ મુકાબલા સાથે સમાપ્ત થઈ હતી. 

ચાર ટીમો વચ્ચે લીગ સ્ટાઇલમાં રમાયેલી આ ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ‘ટીમ બ્લુ લાઇટ’ તથા ‘ટીમ ગ્રીન’ વચ્ચે રમાયો હતો. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાયકે સેક્રેટરી મુકેશ બદાણીની હાજરીમાં ટૉસ ઉછાળીને ફાઇનલ મૅચની શરૂઆત કરી હતી. પ્રથમ બૅટિંગ કરતાં ટીમ ગ્રીને ૩૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ બ્લુ લાઇટે ૩૩.૨ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ૧૫૩ રન બનાવીને શાનદાર જીત મેળવી છે. ટુર્નામેન્ટમાં બેસ્ટ બૅટર તરીકે સોનાક્ષી સોલંકી (૧૪૯ રન) તથા બેસ્ટ બોલર (૭ વિકેટ) અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ (૧૨૦ રન અને ૭ વિકેટ) તરીકે રાજાસી નાગોસે જાહેર થઈ હતી. 

આ ટુર્નામેન્ટની સફળતામાં ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રસ્ટીગણ તથા મૅનેજિંગ કમિટીના સભ્યોનો અમૂ્લ્ય ફાળો હતો.

ghatkopar mumbai cricket news sports sports news