ભારતમાં લોકો કોહલીને પસંદ ન કરવાનાં કારણો શોધે છે, તે મારી ફર્સ્ટ ચૉઇસ છે

23 May, 2024 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું...

રિકી પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતીય સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીને વર્લ્ડ કપ માટે પોતાની પહેલી પસંદ ગણાવી હતી. ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પૉન્ટિંગને આશ્ચર્ય થયું હતું કે શા માટે ભારતમાં લોકો વિરાટ કોહલીને રાષ્ટ્રીય ટીમમાં પસંદ ન કરવાનું કારણ શોધતા રહે છે?

દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ પૉન્ટિંગનું માનવું છે કે આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કોહલીએ કૅપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ, કારણ કે બાદમાં સૂર્યકુમાર યાદવ અને અન્ય લોકો ઝડપી રન બનાવી શકે છે.

૪૯ વર્ષના રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘હવે દરેક ટીમ ઇચ્છે છે કે બૅટ્સમૅન ૧૫ બૉલમાં ૪૦  રન બનાવે. હું માનું છું કે મોટી મૅચમાં વિરાટ કોહલી જેવા ક્રિકેટરની જ જરૂર છે. આજકાલ ક્રિકેટમાં સરેરાશ કરતાં સ્ટ્રાઇક-રેટને વધુ મહત્ત્વ મળી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમ માટે કોહલીની ઉપયોગિતાને ઓછી આંકી શકાય નહીં.’

t20 world cup virat kohli ricky ponting indian cricket team sports sports news cricket news