07 June, 2024 10:23 AM IST | New York | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ન્યુ યૉર્કમાં ૧૦૦ દિવસની અંદર તૈયાર થનાર નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આયરલૅન્ડ સામે વિજય મેળવીને રોહિત શર્મા T20 ઇન્ટરનૅશનલમાં ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને સૌથી સફળ ભારતીય કૅપ્ટન બન્યો છે. પંચાવન મૅચમાંથી રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે ૪૨ જીત મેળવી છે, જ્યારે ધોનીની કૅપ્ટન્સીમાં ૭૩માંથી ૪૧ મૅચ જીતી હતી. વિરાટ કોહલીએ પોતાના નેતૃત્વમાં ભારતને ૫૦માંથી ૩૦ મૅચમાં જીત અપાવી હતી. આયરલૅન્ડ સામેની મૅચમાં ૩ સિક્સર ફટકારીને રોહિત શર્મા ૬૦૦ ઇન્ટરનૅશનલ સિક્સર ફટકારનારો દુનિયાનો એકમાત્ર ક્રિકેટર બન્યો હતો. રોહિત શર્માએ T20 ઇન્ટરનૅશનલમાં ત્રીસમી હાફ સેન્ચુરી ફટકારી હતી, ૪૦૦૦ રન પૂરા કર્યા હતા અને T20 વર્લ્ડ કપમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.
સૌથી વધુ ઇન્ટરનૅશનલ સિક્સર ફટકારનાર બૅટર
રોહિત શર્મા ૬૦૧
ક્રિસ ગેઇલ ૫૫૩
શાહિદ આફ્રિદી ૪૭૬
બ્રેડન મૅક્લમ ૩૯૮
માર્ટિન ગપ્ટિલ ૩૮૩