30 April, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુઝીલૅન્ડની ટીમ
૧ જૂનથી વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરનાર ન્યુ ઝીલૅન્ડ પ્રથમ ટીમ બની છે. T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિમાં ચોથી વખત કેન વિલિયમસન ન્યુ ઝીલૅન્ડનું નેતૃત્વ કરશે. ભારતીય મૂળના રચિન રવીન્દ્ર અને ઈશ સોઢીને પણ ન્યુ ઝીલૅન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૩૧ વર્ષના બોલર ઈશ સોઢીનો જન્મ લુધિયાણામાં થયો હતો, જ્યારે ૨૪ વર્ષના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રનો પરિવાર બૅન્ગલોર રહેતો હતો. બોલર મૅટ હેનરી અને બૅટિંગ ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર ટીમના માત્ર એવા બે ખેલાડીઓ છે જેઓ અત્યાર સુધી T20 વર્લ્ડ કપ રમ્યા નથી. વિલિયમસનને છઠ્ઠી, ટિમ સાઉધીને સાતમી અને ટ્રેન્ટ બોલ્ટને પાંચમી વખત T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી છે. બેન સીઅર્સને રિઝર્વ ૧૬મા ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ન્યુઝીલૅન્ડની ટીમ
કેન વિલિયમસન (કૅપ્ટન), ફિન ઍલન, ટ્રેન્ટ બોલ્ટ, માઇકલ બ્રેસવેલ, માર્ક ચૅપમૅન, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન, મૅટ હેનરી, ડૅરિલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સૅન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી.