T20 વર્લ્ડ કપ 2024માં ઓમાન સૌથી ઓલ્ડેસ્ટ, નેપાલ સૌથી યંગેસ્ટ ટીમ

17 June, 2024 09:22 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમની ઍવરેજ ઉંમર ૩૦ વર્ષ બે મહિના છે

ફાઇલ તસવીર

T20 વર્લ્ડ કપ 2024માં યંગ અને અનુભવી દરેક પ્રકારના ક્રિકેટર્સ ધમાલ મચાવી રહ્યા છે. અનુભવી ટીમોની સાથે અસોસિએટ દેશની ટીમોએ પણ મોટો અપસેટ સર્જીને પોતાની જાતને સાબિત કરી છે. ભારતના પાડોશી દેશ નેપાલની ટીમ આ વર્લ્ડ કપમાં સૌથી યંગેસ્ટ ટીમ છે. યંગેસ્ટ ખેલાડી ગુલસન ઝા અને યંગેસ્ટ કૅપ્ટન રોહિત પૌડેલની આ ટીમની ઍવરેજ ઉંમર ૨૩ વર્ષ ૬ મહિના છે. જ્યારે સૌથી ઓલ્ડેસ્ટ ટીમ ઓમાન છે જેમની ઍવરેજ ઉંમર ૩૨ વર્ષ અને ૬ મહિના છે. ભારતીય ટીમની ઍવરેજ ઉંમર ૩૦ વર્ષ બે મહિના છે. 

દરેક ટીમની ઍવરેજ ઉંમર કેટલી?

નેપાલ - ૨૩.૬

અફઘાનિસ્તાન - ૨૫.૪ 

શ્રીલંકા - ૨૭.૨

નેધરલૅન્ડ્સ - ૨૭.૨

બંગલાદેશ - ૨૭.૨

નામિબિયા - ૨૭.૬

પાકિસ્તાન - ૨૭.૮

આયરલૅન્ડ - ૨૮.૫

સ્કૉટલૅન્ડ - ૨૮.૫

પાપુઆ ન્યુ ગિની - ૨૮.૬

યુગાન્ડા - ૨૯

વેસ્ટ ઇન્ડીઝ - ૨૯.૩

સાઉથ આફ્રિકા - ૨૯.૪

ઇંગ્લૅન્ડ - ૩૦.૧

ભારત - ૩૦.૨

ન્યુ ઝીલૅન્ડ - ૩૧

ઑસ્ટ્રેલિયા - ૩૧.૫

કૅનેડા - ૩૧.૬

અમેરિકા - ૩૧.૬

ઓમાન - ૩૨.૬

t20 world cup cricket news sports sports news nepal afghanistan sri lanka netherlands bangladesh namibia pakistan ireland scotland papua new guinea uganda west indies south africa england india new zealand australia canada united states of america oman