IPL પછી યોજાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકૉર્ડ રહ્યો છે ખરાબ

03 June, 2024 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણેય વખત ટીમ નોકઆઉટ સ્ટેજ સુધી પણ પહોંચી નથી શકી

ફાઇલ તસવીર

ભારતીય ટીમ IPL પછી તરત જ ત્રણ વખત T20 વર્લ્ડ કપ રમી ચૂકી છે અને ત્રણેય વખત ટીમ સેમી ફાઇનલ કે નૉકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી નથી. જોકે IPL પછી તરત જ કોઈ પણ ICC વન-ડે ટુર્નામેન્ટ રમવી ટીમ માટે ફાયદાકારક રહી છે. ૨૦૦૮થી અત્યાર સુધીમાં IPLના અંત પછી તરત જ ભારતીય ટીમ ત્રણ ICC વન-ડે ટુર્નામેન્ટ રમી હતી અને ત્રણેયમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. ભારતીય ટીમે ધોનીના નેતૃત્વમાં ૨૦૧૩ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતીય ટીમ ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૯ વન-ડે વર્લ્ડ કપમાં ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ હાર્યું હતું. IPL ૨૦૨૩ ફાઇનલના આઠ દિવસ બાદ ભારતે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમી હતી અને એને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL અને T20 વર્લ્ડ કપ વચ્ચે કેટલા દિવસનું અંતર અને પોઝિશન

૨૦૦૯ : ૧૨ સુપર-એઇટ
૨૦૧૦: ૫ સુપર-એઇટ
૨૦૨૧: ૮ ગ્રુપ સ્ટેજ

t20 world cup indian premier league IPL 2024 indian cricket team india cricket news sports sports news