આ વર્લ્ડ કપની બે અજેય ટીમ વચ્ચે આજે જામશે ફાઇનલ જંગ

29 June, 2024 09:15 AM IST  |  Barbados | Gujarati Mid-day Correspondent

૧૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ અનબીટેબલ હશે

બન્ને ટીમના કૅપ્ટન

૨૦ ટીમો વચ્ચે લગભગ એક મહિનાના ઘમસાણ પછી આજે T20 વર્લ્ડ કપની નવમી સીઝનની ચૅમ્પિયન ટીમ મળશે. બાર્બેડોઝમાં ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યે ટૉસ બાદ ૮ વાગ્યાથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મૅચ શરૂ થશે. બન્ને ટીમોની ફાઇનલમાં અને બાર્બેડોઝમાં આ પહેલી ટક્કર થશે. પહેલી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર સાઉથ આફ્રિકાની ટીમ ૧૯૯૮ની ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ એક પણ ટાઇટલ જીતી શકી નથી, જ્યારે ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર ભારતીય ટીમ ૨૦૧૩ની ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ વધુ એક ટાઇટલ જીતવા આતુર છે.

સાઉથ આફ્રિકન ટીમનો ટાર્ગેટ પ્રથમ વર્લ્ડ કપ જીતીને ચોકર્સના ટૅગથી મુક્ત થવાનો હશે, જ્યારે ભારતીય ટીમ છેલ્લા એક દાયકાના ટાઇટલના દુકાળથી મુક્તિ મેળવવા ઊતરશે. માઇન્ડસેટ, અનુભવ અને હેડ-ટુ-હેડ રેકૉર્ડને જોતાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે હૉટ ફેવરિટ છે. બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં અજેય રહી છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત એક અનબીટેબલ ટીમ ચૅમ્પિયન બનશે.

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચૅમ્પિયનશિપ, ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ અને હવે સાઉથ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની ફાઇનલ... ભારતીય ટીમ છેલ્લા ૧૨ મહિનામાં આજે ICC ટુર્નામેન્ટની ત્રીજી ફાઇનલ મૅચ રમશે.

t20 world cup india south africa indian cricket team rohit sharma virat kohli suryakumar yadav Rishabh Pant shivam dube hardik pandya ravindra jadeja Kuldeep Yadav jasprit bumrah arshdeep singh axar patel Yuzvendra Chahal rinku singh mohammed siraj cricket news sports sports news