26 June, 2024 10:44 AM IST | Kingston | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનમાં ઉજવણી
બંગલાદેશ સામે મળેલી જીત બાદ સ્ટેડિયમથી લઈને અફઘાનિસ્તાનના રસ્તાઓ સુધી પહેલી વખત સેમી ફાઇનલમાં પહોંચવાની શાનદાર ઉજવણી થઈ હતી. અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરોમાં રંગોથી આ ઐતિહાસિક ક્ષણને માણી લેવામાં આવી હતી.
કાબુલીવાલાની વાર્તાથી જાણીતા અફઘાનિસ્તાનને આંતરિક યુદ્ધને કારણે ઘણું બધું સહન કરવું પડ્યું, પણ અફઘાન ક્રિકેટ ટીમ તમામ અફઘાનીઓની ખુશીની નિમિત્ત બની છે. જીત બાદ તાલિબાન સરકારના ફૉરેન મિનિસ્ટર અમીર ખાન મુત્તીકીએ વિડિયો-કૉલ કરીને કૅપ્ટન રાશિદ ખાન અને તેની ટીમને શુભેચ્છા પાઠવી હતી. ટીમની બસમાં જ્યારે આખી ટીમ અફઘાની ગીતો પર ડાન્સ કરી રહી હતી ત્યારે અફઘાનિસ્તાનના રસ્તાઓ, ઘરની બાલ્કનીથી લઈને મકાનોની અગાસી પર ક્રિકેટ ફૅન્સ ઝૂમી રહ્યા હતા.