યુગાન્ડાએ પપુઆ ન્યુ ગિનીને હરાવીને વર્લ્ડ કપની પ્રથમ જીત મેળવી

07 June, 2024 10:13 AM IST  |  Guyana | Gujarati Mid-day Correspondent

છેક બાવીસમો રૅન્ક ધરાવતા યુગાન્ડાએ વીસમા રૅન્કના પપુઆ ન્યુ ગિનીને હરાવીને વર્લ્ડ કપની પ્રથમ જીત મેળવી

વર્લ્ડ કપની પ્રથમ ઐતિહાસિક જીત બાદ યુગાન્ડાનો પારંપરિક ડાન્સ કર્યો આફ્રિકન ક્રિકેટર્સે

ગુરુવારે T20 વર્લ્ડ કપ ૨૦૨૪ની નવમી મૅચ પપુઆ ન્યુ ગિની અને યુગાન્ડા વચ્ચે રમાઈ હતી. આ મૅચમાં યુગાન્ડાએ ૧૦ બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે જીત મેળવી હતી. ગયાનામાં રમાયેલી મૅચમાં ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી પપુઆ ન્યુ ગિનીની ટીમ ૧૯.૧ ઓવરમાં ૭૭ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં યુગાન્ડાએ ૧૮.૨ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૭૮ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. પ્રથમ T20 વર્લ્ડ કપ મૅચમાં અફઘાનિસ્તાન સામે ૧૨૫ રનથી હારનાર બાવીસમો  T20 રૅન્ક ધરાવતી યુગાન્ડાની ટીમે વીસમા રૅન્કની પપુઆ ન્યુ ગિનીને હરાવીને ઐતિહાસિક T20 વર્લ્ડ કપની પ્રથમ જીત મેળવી હતી. 

4.13
આટલો રન-રેટ રહ્યો આ મૅચનો જે T20 વર્લ્ડ કપ ઇતિહાસની એક મૅચનો સૌથી ઓછો રનરેટ હતો.

t20 world cup uganda papua new guinea cricket news sports sports news