અફઘાનિસ્તાનની વિજયી શરૂઆત યુગાન્ડાને ૧૨૫ રનથી હરાવ્યું

05 June, 2024 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ ડેબ્યુ કરનાર યુગાન્ડાની ટીમ ૫૮ રનમાં ઑલઆઉટ થઈ હતી.

અફઘાનિસ્તાન માટે ફઝલહક ફારુકીએ માત્ર ૯ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ગઈ કાલે સવારે ૬ વાગ્યાથી ૧૦મા રૅન્કની અફઘાનિસ્તાન અને બાવીસમો રૅન્ક ધરાવતી યુગાન્ડાની ટીમ વચ્ચે T20 વર્લ્ડ કપની પાંચમી મૅચ રમાઈ હતી. ગયાનામાં પ્રથમ બૅટિંગ કરતાં અફઘાની ટીમે રહેમાનુલ્લા ગુરબાઝના ૭૬ રન અને ઇબ્રાહિમ જાદરાનના ૭૦ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં વર્લ્ડ કપ ડેબ્યુ કરનાર યુગાન્ડાની ટીમ ૫૮ રનમાં ઑલઆઉટ થઈ હતી.

કૅપ્ટન રાશિદ ખાને આ મૅચમાં ૧૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ગ્રુપ Cની ટીમ અફઘાનિસ્તાન હવે ૮ જૂને ઑસ્ટ્રેલિયા સામે અને યુગાન્ડા ૬ જૂને પાપુઆ ન્યુ ગિની સામે પોતાની બીજી મૅચ રમશે.

sports news sports t20 world cup cricket news afghanistan uganda