T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વખત ટકરાશે અફઘાનિસ્તાન-યુગાન્ડા ને ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડ

04 June, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૦થી તમામ T20 વર્લ્ડ કપ રમનાર અફઘાનિસ્તાનની ટીમ સામે આજે યુગાન્ડાની ટીમ ડેબ્યુ કરશે.

બોલિંગ મેન્ટર ડ્વેન બ્રાવો સાથે અફઘાની કૅપ્ટન રાશિદ ખાન.

આજે ૪ જૂને T20 વર્લ્ડ કપ 2024ની પાંચમી મૅચ ગ્રુપ Cની ટીમ અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચે ગયાનામાં ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યાથી રમાશે, જ્યારે બીજી મૅચ ગ્રુપ Bની ટીમ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચે ભારતીય સમય અનુસાર સાંજે ૮ વાગ્યે બાર્બાડોસમાં શરૂ થશે. બન્ને ટીમો એકમેક સામે પહેલી વખત T20 વર્લ્ડ કપ મૅચ રમશે.

૨૦૧૦થી તમામ T20 વર્લ્ડ કપ રમનાર અફઘાનિસ્તાનની ટીમ સામે આજે યુગાન્ડાની ટીમ ડેબ્યુ કરશે. અફઘાનિસ્તાને ગયા વર્ષે ભારતમાં રમાયેલા ICC વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવી હતી. કૅપ્ટન રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપમાં પણ ઑલરાઉન્ડ પ્રદર્શન કરવા તૈયાર છે.  
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ કૅપ્ટન જોસ બટલરના નેતૃત્વમાં સ્કૉટલૅન્ડ સામે અભિયાનની વિજયી શરૂઆત કરવાનો લક્ષ્યાંક રાખશે. કોલકાતા નાઇટ રાઇડર્સનો ઓપનર ફિલ સૉલ્ટ IPLનું શાનદાર ફૉર્મ T20 વર્લ્ડ કપમાં ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસીથી ઇંગ્લૅન્ડનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. પાકિસ્તાન સામેની ચાર મૅચની T20 સિરીઝ ૨-૦થી જીત મેળવનાર ઇંગ્લૅન્ડ ત્રીજી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

t20 world cup uganda afghanistan sports news sports cricket news