T20 વર્લ્ડ કપના ઇતિહાસનો આ વખતે લોએસ્ટ રન-રેટ નોંધાયો

02 July, 2024 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે ૫૧૭ સિક્સર લાગી, એ પણ એક નવો રેકૉર્ડ છે

પ્રતીકાત્મક તસવીર

એક તરફ આ વખતના T20 વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સિક્સર ફટકારવામાં આવી છે અને બીજી તરફ રન-રેટ આ વખતે અત્યાર સુધીનો સૌથી ઓછો રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં માત્ર ૭.૦૯ પ્રતિ ઓવરના દરે રન બન્યા છે. આ પહેલાંનો લોએસ્ટ રન-રેટ ૭.૪૩ હતો જે યુએઈમાં રમાયેલા ૨૦૨૧ના T20 વર્લ્ડ કપમાં નોંધાયો હતો. અત્યાર સુધીનો હાઇએસ્ટ રન-રેટ ૭.૯૯ છે જે સાઉથ આફ્રિકામાં રમાયેલા ૨૦૦૭માં પહેલવહેલા T20 વર્લ્ડ કપમાં નોંધાયો હતો.

આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે ૫૧૭ સિક્સર લાગી, એ પણ એક નવો રેકૉર્ડ છે

અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ 2024માં બૅટરોએ કુલ ૫૧૭ ​સિક્સર ફટકારી જે અગાઉની કોઈ પણ T20 વર્લ્ડ કપ કરતાં વધુ છે. આ પહેલાં ૨૦૨૧ના T20 વર્લ્ડ કપમાં ૪૦૫ સિક્સર ફટકારવામાં આવેલી એ હાઇએસ્ટ હતી. આ વખતના T20 વર્લ્ડ કપમાં પ્રત્યેક ૨૧.૩૫ બૉલે એક સિક્સર લાગી હતી, એ પણ એક નવો રેકૉર્ડ છે.

t20 world cup cricket news sports sports news