15 September, 2022 02:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયન મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ટીમની આ છે નવી જર્સી અને નવી કૅપ
ભારતની આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેની નવી ‘મેન ઇન બ્લુ’ જર્સી લૉન્ચ થવાની તૈયારીમાં છે ત્યારે આ વિશ્વકપના યજમાન ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓ માટેની નવી જર્સીનું લૉન્ચિંગ કરી દીધું છે.
અબોરિજિનલ ઑસ્ટ્રેલિયનો દેશના મૂળ વતનીઓ કહેવાય છે અને તેમની કલાકારીગરીના આધારે નવી જર્સી તૈયાર કરવામાં આવી છે. પીળા રંગની જર્સીની બાંય કાળા રંગની છે અને વચ્ચે લીલા તથા સોનેરી રંગની ડિઝાઇન છે. ખેલાડીઓની કૅપ પણ પીળા-કાળા રંગની છે. આ કિટની ડિઝાઇન ‘વૉકઅબાઉટ વિકેટ્સ આર્ટવર્ક’ તરીકે જાણીતી છે. ઑસ્ટ્રેલિયા વર્તમાન ચૅમ્પિયન છે અને ઘરઆંગણે ટ્રોફી ડિફેન્ડ કરવા રમશે. ગઈ કાલે સિડનીમાં ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ અને ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે નવી જર્સી લૉન્ચ કરી હતી.