આજે કૅનેડા સામે પણ હારશે પાકિસ્તાન?

11 June, 2024 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ આ પહેલાં ૨૦૦૮માં એક માત્ર T20 ઇન્ટરનૅશનલ રમી છે જેમાં પાકિસ્તાને ૩૫ રને જીત મેળવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં આજે ૧૧ જૂને સાંજે ૮ વાગ્યે પાકિસ્તાન અને કૅનેડા વચ્ચે T20 વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ ટક્કર થશે. બન્ને ટીમ આ પહેલાં ૨૦૦૮માં એક માત્ર T20 ઇન્ટરનૅશનલ રમી છે જેમાં પાકિસ્તાને ૩૫ રને જીત મેળવી હતી. પાકિસ્તાનમાં જન્મેલા કૅપ્ટન સાદ બિન ઝફર આજે પાકિસ્તાની ટીમ સામે કૅનેડાની ટીમનું નેતૃત્વ કરશે. 
ગ્રુપ Aની શરૂઆતની મૅચમાં સુપર ઓવરમાં સહ-યજમાન અમેરિકા સામે હાર્યા બાદ પાકિસ્તાને રવિવારે કટ્ટર હરીફ ભારત સામેની મૅચમાં છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનનું સુપર-એઇટમાં પહોંચવાનું સમીકરણ કૅનેડા અને આયરલૅન્ડ સામે મોટી જીત પર નિર્ભર રહેશે, પરંતુ એના માટે આશા રાખવી પડશે કે ભારત અને આયરલૅન્ડ સામેની મૅચમાં અમેરિકાની ટીમ ખરાબ રીતે હારે.

ગ્રુપ Aનું પૉઇન્ટ્સ-ટેબલ 
ભારત    ૪ પૉઇન્ટ, +૧.૪૫૫ નેટ રન-રેટ
અમેરિકા    ૪ પૉઇન્ટ, +૦.૬૨૬ નેટ રન-રેટ
કૅનેડા    ૨ પૉઇન્ટ, -૦.૨૭૪ નેટ રન-રેટ
પાકિસ્તાન    ૦ પૉઇન્ટ, - ૦.૧૫૦ નેટ રન-રેટ
આયરલૅન્ડ    ૦ પૉઇન્ટ, -૧.૭૧૨ નેટ રન-રેટ

sports news sports cricket news pakistan canada t20 world cup