મુંબઈ કે મધ્ય પ્રદેશ? કોણ જીતશે ૨૦૨૪ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી?

15 December, 2024 08:18 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

મુંબઈ બે વર્ષ બાદ અને મધ્ય પ્રદેશ ૧૩ વર્ષ બાદ આ ટુર્નામેન્ટની ફાઇનલ રમશે

શ્રેયસ ઐયર અને રજત પાટીદાર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪ની ફાઇનલ મૅચ આજે ૧૫ ડિસેમ્બરે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈની ટીમ બરોડાને ૬ વિકેટે અને મધ્ય પ્રદેશ દિલ્હીને સાત વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે. મુંબઈ બે વર્ષ બાદ અને મધ્ય પ્રદેશ ૧૩ વર્ષ બાદ આ ટુર્નામેન્ટની ફાઇનલ રમશે. નવેમ્બર ૨૦૨૨માં મુંબઈએ હિમાચલ પ્રદેશને હરાવીને પહેલી વાર આ ટાઇટલ જીત્યું હતું. માર્ચ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળ સામે ફાઇનલ હારનાર મધ્ય પ્રદેશ આજે પહેલી વાર આ ટુર્નામેન્ટની ટ્રોફી ઉપાડવાનો ભરપૂર પ્રયાસ કરશે. 

શ્રેયસ ઐયર મુંબઈ અને રજત પાટીદાર મધ્ય પ્રદેશની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. બન્ને ટીમ વચ્ચે આ T20 ટુર્નામેન્ટની ચાર મૅચ રમાઈ છે અને ચારેય મૅચમાં મુંબઈની જીત થઈ છે.  આજે સાંજે ૪.૩૦ વાગ્યે શરૂ થનારી આ ફાઇનલ મૅચ સ્પોર્ટ્સ 18 નેટવર્ક અને જિયો સિનેમા પર જોઈ શકાશે. 

mumbai madhya pradesh t20 bengaluru shreyas iyer rajat patidar himachal pradesh west bengal cricket news sports news sports