ફાઇનલ પહેલાં ટીમ-મીટિંગમાં દરેક પાસે ઑક્સિજન માગ્યો હતો કૅપ્ટન રોહિત શર્માએ

03 July, 2024 10:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુંબઈકર સૂર્યકુમાર યાદવનો જોરદાર ખુલાસો

સૂર્યકુમાર યાદવ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં આઇકૉનિક કૅચ પકડીને ઐતિહાસિક જીતનો મહત્ત્વનો ભાગ બનેલા મુંબઈકર સૂર્યકુમાર યાદવે ટીમ-મીટિંગ વિશેનો રસપ્રદ ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘રોહિત શર્માએ ટીમ-મીટિંગમાં બધાનો સપોર્ટ માગીને જણાવ્યું હતું કે આ પહાડ હું એકલો નહીં ચડી શકીશ, એની ટોચ પર પહોંચવા માટે મને તમારા બધાના ઑક્સિજનની જરૂર પડશે; તમારા પગ, મગજ અને દિલને આ ગેમમાં લગાડી દો.’

૩૩ વર્ષના સૂર્યકુમાર યાદવને એ શાનદાર કૅચ પકડ્યા બાદ હજારો વૉટ્સઍપ મેસેજ મળ્યા હતા. આ વિશે તેણે કહ્યું હતું કે ‘મારા ફોનમાં ૧૦૧૪ અનરેડ વૉટ્સઍપ મેસેજ છે, મને અજાણ્યા લોકોના પણ મેસેજ મળ્યા છે અને આટલા મેસેજ મને હમણાં સુધી ક્યારેય નથી મળ્યા.’ હેડ કોચ રાહુલ દ્રવિડની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે ‘તેમણે એક દીવાલ તૈયાર કરી હતી જે અમને લોકોની અપેક્ષા, પ્રેશરથી બચાવતી હતી અને અમને બધાને આરામ આપતી હતી. તેમની ૩૦ સેકન્ડની ટ્રોફી સેલિબ્રેશનની ક્લિપ હું જીવનભર સંભાળીને રાખીશ.’

t20 world cup suryakumar yadav rohit sharma cricket news sports sports news