midday

દેવનારમાં ૨૧.૧ કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવે ખરીદ્યા બે ફ્લૅટ

28 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે ફ્લૅટ સાથે તેમને કુલ ૬ પાર્કિંગ સ્પેસ મળી છે. બન્ને ફ્લૅટ પર કુલ મળીને ૧.૨૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી ભરવામાં આવી છે.
સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા યાદવ

સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા યાદવ

સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા યાદવે દેવનારમાં ૨૧.૧ કરોડ રૂપિયાની કિંમતે બે લક્ઝુરિયસ ફ્લૅટ ખરીદ્યા છે. ગોદરેજ સ્કાય ટેરેસિસ નામના પ્રોજેક્ટમાં યાદવ કપલે ખરીદેલા આ ફ્લૅટ‍્સનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચે કરવામાં આવ્યું હતું. સૂર્યકુમારે ઉપર-નીચેના ફ્લોર પર આ ફ્લૅટ ખરીદ્યા છે. બન્ને ફ્લૅટનો કમ્બાઇન્ડ કાર્પેટ એરિયા ૪૨૨૨.૭ સ્ક્વેર ફીટ છે. બે ફ્લૅટ સાથે તેમને કુલ ૬ પાર્કિંગ સ્પેસ મળી છે. બન્ને ફ્લૅટ પર કુલ મળીને ૧.૨૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી ભરવામાં આવી છે.

૧.૦૫ એકરમાં પથરાયેલા ગોદરેજ સ્કાય ટેરેસિસ પ્રોજેક્ટમાં ત્રણ અને ચાર BHKના ફ્લૅટ‍્સ છે. 

suryakumar yadav deonar real estate mumbai news sports news sports indian cricket team cricket news