02 September, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
૨૦૨૪ના અંતમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝની ક્રિકેટ ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ‘મિડ-ડે’ના માધ્યમથી આ રોમાંચક ટેસ્ટ-સિરીઝ વિશે મહત્ત્વની ભવિષ્યવાણી કરી છે. ‘મિડ-ડે ઇંગ્લિશ’ની કૉલમમાં તેમણે લખ્યું છે કે આ વખતે ભારત ૩-૧થી સિરીઝ જીતવા જઈ રહ્યું છે.
ભારતીય ટીમ બંગલાદેશ (બે મૅચ) અને ન્યુ ઝીલૅન્ડ (ત્રણ મૅચ) સાથે કુલ પાંચ ટેસ્ટ-મૅચ રમશે, એ બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા પહેલાં મેન્ટલ ટ્યુનિંગને સારું બનાવશે. ભૂતપૂર્વ ક્રિકેટર્સે માઇન્ડ ગેમ શરૂ કરી દીધી છે. ડેવિડ વૉર્નરની નિવૃત્તિ પછી ઑસ્ટ્રેલિયાની શરૂઆતની બૅટિંગની સમસ્યા વધી છે, મિડલ ઑર્ડર પણ અસ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ બન્ને ટીમો વચ્ચે ઑસ્ટ્રેલિયામાં ૨૨ નવેમ્બર ૨૦૨૪થી ૭ જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે.