સુમીત નાગલ ચેન્નઈ ઓપનમાં ચૅમ્પિયન બન્યો

12 February, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુમીત નાગલની ૨૦૨૪ની સીઝનની શરૂઆત શાનદાર રહી હતી, ઑસ્ટ્રેલિયન ઓપનમાં મુખ્ય ડ્રૉમાં પ્રવેશ કરી ટૉપ ૩૦ના ખેલાડીને હરાવી અપસેટ સરજ્યો હતો

સુમિત નાગલ

ભારતના ટોચના ટેનિસ ખેલાડી સુમીત નાગલે રવિવારે ચેન્નઈ ઓપનની ફાઇનલમાં ઇતાલવી લુકા નારદીને હરાવીને પોતાની પાંચમી ચૅલેન્જર કક્ષાની ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યો છે. આશા છે કે આ જીત બાદ સુમીત નાગલ પોતાની ટેનિસ કારકિર્દીમાં પહેલી વાર વર્લ્ડ રૅન્કિંગમાં ટૉપ ૧૦૦ની અંદર પ્રવેશ કરી લેશે. સોમવારે ટેનિસ રૅન્કિંગ જાહેર થશે. સુમીત નાગલે આ ટુર્નામેન્ટમાં સિંગલ્સની કૅટેગરીની ફાઇનલમાં ઇતાલવી લુકા નારદીને ૬-૧, ૬-૪થી હરાવીને ચૅમ્પિયન બન્યો હતો. જો સુમીત નાગલ આ સિ​દ્ધિ મેળવશે તો તે ૨૦૧૯ બાદ પુરુષ કૅટેગરીમાં રૅન્કિંગમાં ટૉપ ૧૦૦માં પ્રવેશનાર પહેલો ભારતીય ટેનિસ ખેલાડી બની જશે. આ પહેલાં ૨૦૧૯માં ભારતનો પ્રજનેશ ગુણેશ્વરન ટૉપ ૧૦૦માં પ્રવેશ્યો હતો. સુમીત નાગલે ૨૦૨૪ની સીઝનની શાનદાર શરૂઆત કરી હતી.  ખાસ કરીને ઑસ્ટ્રેલિયન ઓપનમાં મુખ્ય ડ્રૉમાં ક્વૉલિફાય કર્યું અને ત્યાર બાદ પહેલા રાઉન્ડમાં ટૉપ ૩૦ ખેલાડી ઍલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવીને અપસેટ સરજ્યો હતો.

sports news sports tennis news australian open